ગાંધીનગર ખાતે આવેલ મુખ્યમંત્રી નો 26 નંબર નો બંગલો આજકાલ ભારે ચર્ચામાં છે આ એજ બંગલો છે જ્યાં અગાઉ ના મુખ્યમંત્રીઓ માટે શુકનિયાળ સાબિત થયો છે હાલ માં કોરોનાગ્રસ્ત ઇમરાન ખેડાવાલા ને કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યાં હોમ કોરોન્ટાઇન હેઠળ છે તે બંગલા માં અગાઉ આવી જ રીતે મોદી પણ બહાર નીકળી શક્યા ન હોવાની વાત સામે આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના 26 નંબરના CM બંગલે કોરોનાના કારણે હોમ ક્વોરન્ટીન થયા છે. ત્યારે આ જ 26 નંબરના મુખ્યમંત્રી નિવાસમાં 2009માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ સ્વાઈન ફલૂનો ચેપ લાગતા એક અઠવાડિયા સુધી આ બંગલા માં જ રહ્યા હતા. ગાંધીનગર સ્થિત મંત્રી નિવાસમાં આવેલો 26 નંબરનો બંગલો મુખ્યમંત્રીઓ માટે શુકનિયાળ મનાય છે , અગાઉ ઓક્ટોબર 2009 ની વાત કરવામાં આવે તો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે થી પરત આવ્યા ત્યારે તમને સ્વાઇન ફ્લૂનો ચેપ લાગ્યો હતો અને તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને જ એક અઠવાડિયું રહ્યા હતા અને આ દરમિયાન તેઓ કોઈ બેઠક કે જાહેર કાર્યક્રમમાં પણ ગયા ન હતા અને સેલ્ફ આઈસોલેશનમાં રહ્યા હતા અને યોગાનુયોગ વિજય રૂપાણી કોરોના ને પગલે સેલ્ફ આઈસોલેશન માં રહ્યા છે. પાછળ ના વર્ષો ઉપર નજર નાખવામાં આવે તો રાજકીય ઇતિહાસમાં મંત્રીમંડળ નિવાસમાં આવેલો 26 નંબરનો બંગલો ખુબજ મહત્વ નો છે. તત્કાલીન મંત્રી માધવસિંહ સોલંકીથી માંડીને શંકરસિંહ વાઘેલા સુધીની સરકારોમાં આ બંગલોમાં રહેનાર મંત્રી મુખ્યમંત્રી સુધી પહોંચી ગયાના ઉદાહરણો છે. પરંતુ 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમના ધ્યાને આ વાત આવતાં તેમણે 26 નંબરના આ શુકનિયાળ બંગલાને મુખ્યમંત્રી નિવાસમાં બદલી નાખ્યો હતો.
આમ મોદીજી બાદ રૂપાણી આ બંગલા માં અઠવાડિયા સુધી સતત આઈસોલેશન માં રહેશે.
