કોરોના ની મહામારી ફાટી નીકળતાં સંક્રમણ અટકાવવા સરકારે લીધેલા નિર્ણય બાદ મોટા મંદિરો અને જાહેર ફરવા લાયક સ્થળો બંધ કરાયા બાદ હવે થોડી છૂટછાટ અપાઈ રહી છે ત્યારે સતત 7 મહિના બાદ ગાંધીનગર સ્થિત શ્રી અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર આજથી ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે, જેમાં સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે તેમ મંદિર ના સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે સાથેજ ભક્તોને કોરોના ની ગાઈડલાઈન ના નિયમો પાળવા પણ અપીલ કરાઈ છે.
