ગાંધીનગર: કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડીયાએ ટ્વીટર પર રાજ્યસભામાં ઉમેદવારી મામલે કરેલા ટ્વીટ બાદ કેટલાક લોકોએ પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભાના ના ઉમેદવાર હોવાની વાતો કરતા હતા પરંતુ મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા હાલ પૂરતી જોવાંમાં નથી આવી રહી.
પ્રિયંકા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય ગજા ના નેતા છે અને તેઓ અહીંથી ચુંટણી માત્ર જીતવા લડે તેવું જણાતું નહિ હોવાનું જાણકારો મત વ્યક્ત કરી રહયા છે.
