ગાંધીનગરના સાંતેજમાં દુષ્કર્મ મામલે આવ્યો ચુકાદો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી આરોપીએ 3 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું એક બાળકીની આરોપીએ હત્યા પણ કરી હતી ગાંધીનગરના સાંતેજમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે આજે ચુકાદો આવી આવી ગયો છે. સિરિયલ રેપીસ્ટ કિલર વિજય ઠાકોરને આજે કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી આરોપીએ 3 બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું જેમા એકને તો તેણે મારી દીધી હતી સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને 8 નવેમ્બરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ મહિલા પર હુમલાની ઘટના અને લૂંટની ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે.
સમગ્ર મામલે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે આરોપીની પોતાની 7 વર્ષની દિકરી છે તેમ છતા તે આવું કૃત્ય કેમ કર્યું છે. સાથેજ આ મામલે સરકારી વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ગંભીર ગુનામાં આરોપીને કડક માં કડક સજા થવી જોઈએ સમગ્ર કેસ મામલે ગાંધીનગર પોલીસે આ મામલે 60 જેટલા સાક્ષીઓની જુબાની લીધી હતી. આ સાથે જ 70 જેટલા CCTV ફૂટેજ ની પણ તપાસ કરવામાં આવી હતી. તો સુનાવણી બાબતે આજે 16 સાક્ષીઓને સમન્સ પણ પાઠવવામાં આવેલ. તમામ પુરાવાઓના આધારે ફાસ્ટટ્રેક કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.જીજુ એ પણ જાણો કે આરોપી પરિણીત છે અને છૂટક મજૂરી કરતો હતો આરોપી દેશી દારૂ પીવાની આદત પણ ધરાવતો હતો
શ્રમજીવીઓની બાળકીનું અપહરણ કરીને આચરતો ચોકલેટ આપવાની લાલચ આપી બાળકીઓને ઉઠાવી જતો સાંતેજમાં આરોપીએ 3 બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું એક બાળકીની હત્યા પણ કરી હતી,આરોપી પોર્ન ફિલ્મ જોઈને બાળકીનું અપહરણ કરીને કૃત્ય આચરતો હતો 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું,3 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી હતી આરોપીને સાથે રાખી તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળ્યો હતો આ ઉપરાંત આરોપીએ 7 વર્ષની બાળકી સાથે પણ દુષ્કર્મ કર્યું હતું