ગાંધીનગર આરટીઓ કચેરીમાં ગત રોજ બપોરના સમયે ડ્રાઇવીંગ ટ્રેક ઉપર બલાલ થઇ હતી. અમદાવાદના એજન્ટે તેની પાસે આવેલા અરજદારની જગ્યાએ પોતે ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા કારમા બેસી ગયો હતો અને ટેસ્ટ આપ્યો હતો. પરંતુ આ બાબતની સ્થળ ઉપર હાજર અધિકારીઓને જાણ થતા એજન્ટ સાથે બબાલ કરી હતી અને પોલીસ પણ બોલાવી લીધી હતી. જોકે, મહત્વની બાબત એ છેકે, કચેરીની 100 મીટર ત્રિજ્યામા એજન્ટો માટે પ્રતિબંધ છે, છતા કેવી રીતે ટ્રેક સુધી પહોંચી ગયો?
આરટીઓ કચેરીની 100 મીટર ત્રિજ્યામા એજન્ટોને પ્રવેશ ઉપર પાબંધી લગાવી છે. તેમ છતા એજન્ટ ટ્રેક ઉપર આવી ને કેવી રીતે ટેસ્ટ આપી ગયો હતો. શા માટે હાજર અધિકારીઓ દ્વારા એજન્ટ સામે ફરિયાદ કરવામા આવી ન હતી તેવા અનેક સવાલો આરટીઓ કચેરીના કેમ્પસમાં જ ચર્ચાઇ રહ્યા છે. આ બાબતે ગાંધીનગર એઆરટીઓ ઝાલાનો ટેલીફોનિક સંપર્ક કરવામા આવ્યો હતો. પરંતુ તેમણે ફોન રીસીવ કરવાનુ ટાળ્યુ હતુ.એક તરફ સરકાર આરટીઓમાં એજન્ટપ્રથા દૂર કરવા માટેના તમામ પ્રયાસો કરે છે ત્યારે બીજી તરફ આવી ઘટના બનતા ભારે ચર્ચા જાગી હતા.