ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ ભાજપની કારોબારીને બેઠક યોજાઈ છે. સી.આર. પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ આજે ભાજપની પહેલી કારોબારી બેઠક યોજાઈ છે..જેમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ હોદ્દેદારો સહિતના સ્ભ્યો હાજર રહ્યા..પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. રાજકીય પ્રસ્તાવ દરમિયાન નીતિન પટેલનું સંબોધન પણ થયું હતું. પ્રભારી ભુપેન્દ્ર યાદવ વર્ચ્યુઅલી જોડાયા હતા. અમદાવાદ અને ગાંધીનગરના કારોબારીના મુખ્ય આગેવાનો કમલમમાં હાજર રહ્યા.. નાયબ મુખ્યપ્રધાને બેઠકમાં રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો.તેઓએ કહ્યુ કોરોનાકાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી.. તો સાથે જ ભાજપના કાર્યકરોએ પહેલી અને બીજી લહેરમાં લોકો વચ્ચે રહીને કામગીરી નિભાવી હોવાની વાત પણ નીતિન પટેલે કહી હતી..
