ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં નગરપાલિકાની ચુંટણી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેન પણ મતદાન કરવા આવ્યા હતા. પીએમ મોદીની માતાને સુરક્ષા કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ ટેકો આપ્યો હતો અને મતદાન મથકે લાવવામાં આવ્યા હતા અને ત્યાં હીરાબેને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) ના 11 વોર્ડમાં 44 કાઉન્સિલરો માટે 3 ઓક્ટોબરે ચુંટણી યોજાઈ રહી છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો ધીમે ધીમે મતદાન મથકે પહોંચી રહ્યા છે. પીએમ મોદીની માતા હીરાબેન પણ અહીં મતદાન કર્યું હતું.
આપને જણાવી દઈએકે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વખતે ભાજપ,કોંગેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે એડીચોટી નો જોર લગાવવામાં આવી રહ્યો છે અને ત્રણે પાર્ટીઓ દ્વારા જીતનો વિશ્વાશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીને મળી રહેલા લોક પ્રતિસાદથી ગાંધીનગરમાં નગરપાલિકાની ચુંટણીના પરિણામ પર સૌ કોઈની મીટ મંડરાઈ રહી છે.