એપ્રિલ મહિનામાં બે મોટી સરકારી પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એપ્રિલમાં જ જૂનિયર ક્લાર્ક ઉપરાંત તલાટીની પરીક્ષા યોજવામાં આવશે. તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજવામાં માટે બોર્ડે તૈયારી શરુ કરી છે. એક મહિનાની અંદર બે પરીક્ષા યોજવી એ સૌથી મોટો પડકાર પણ છે. કેમ કે, અગાઉ તેમાંથી જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ પણ કરવી પડી હતી.
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ પૂરજોશમાં ચાલી રહી છે. તલાટીની પરીક્ષા મામલે આઈપીએસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડના ઈન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલ પર મોટો ભાર છે. જેથી આયોજન પણ બારીકાઈથી કરવામાં આવ્યું છે.
તલાટીની પરીક્ષામાં 3 લાખ કેન્દ્રો ઓછા
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર 17 લાખ પરીક્ષામાં ઉમેદવારો સામે 14 લાખ ઉમેદવારો માટે જ કેન્દ્ર મળ્યા છે. કોલેજમાં ઓછા વર્ગ ખંડ ફાળવ્યા છે. વિદ્યાર્થીઓની ક્ષમતા કરતા ઓછા વર્ગખંડો ફાળવ્યા છે. કેમ કે, કેટલીક કોલેજોમાં ક્ષમતા હોવા છતાં પણ ઓછા વર્ગો ફાળવામાં આવ્યા છે. ખાસ કરીને તેનું કારણ મોટા શહેરોમાં કોલેજો વધારે હોવા છતાં કોલેજ નથી મળતી. જો કે, બોર્ડ સામે એક મહિનામાં પરીક્ષા કેવી રીતે લેવી તેને લઈને પણ ચેલેન્જ છે. જેથી અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
9 એપ્રિલના રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષા
રાજ્યમાં 9 એપ્રિલના રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પરીક્ષાને લઈને આ વખતે સંપૂર્ણ સજ્જડબંધ આયોજન કરવામાં આવ્યું છે, ગત વખતે ગેરરીતી સર્જાતા પરીક્ષા શરુ થાય એ પહેલા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે કાયદો વિધાનસભામાં બહુમતી સાથે પસાર થયા બાદ પરીક્ષા આપવામાં આવી રહી છે. 9 એપ્રિલના રોજ બપોરે 12.30થી 1.30 સુધી પરીક્ષાનો સમય રહેશે. 3000 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. જે માટે પંચાયત સેવા પસંદગી મંડળે એસઓપી જારી કરી છે.