જૂનાગઢની ડિવિઝન પોલીસે 15.21 લાખનું ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો તેમાં એક શખ્સને પણ પોલીસે પકડી પાડ્યો છે દારૂની બંનેને નાબૂદ કરવા રેંજ આઈજીપી મયંકસિંહ ચાવડા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શનમાં બી ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમી મળી કે શહેરના 66 કેવી રોડ પરથી જીજે 03 by 1564 નંબરનું વાહન પસાર થઈ રહ્યું છે જેમાં ઇંગલિશ દારૂ ભર્યું છે ત્યારે બી ડિવિઝન પીઆઈ એન.એ શાહ અને સ્ટાફે રોડ દરોડો પાડી વાહને અટકાવી તલાસી લેતા તેમાંથી 15, 21,600 ની કિંમત નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપી હિતેશ નરોત્તમભાઈ કારીયા ની અટક કરી દારૂ મોબાઈલ અને વાહન મળી કુલ 25 26 600 નો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે અન્ય આરોપી લખન મેરુ ચાવડા ધીરેન કાર્યની અટક કરવા તપાસ હાથ ધરવામાં આવી છે આ રીતે જુનાગઢ ની ડી ડિવિઝન પોલીસ દ્વારા 25.26 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ શરૂ છે

