ભાભર તાલુકા ના કપરૂપુર ગ્રામજ નો દ્વારા ઘોરણ ૩ ની બાલિકાઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળા પરિવાર નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો..
ભાભર તાલુકા ના કપરૂપુર પ્રાથમિક શાળા ની રાઠોડ કમલબેન સોમસિહ અને રબારી મૈત્રીબેન ભેમાભાઇ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય ભરમા પ્રથમ આવી નેશનલ કક્ષાએ પહોચતા બાલિકાઓ તેમજ શાળા પરિવાર નો સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં બાલિકાઓ ને ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ નો ફોટો, શિલ્ડ, ટ્રોફી સહિત વિવિધ ભેટ સોગાદ તેમજ રોકડ રકમ આપી સન્માન સાથે પ્રોત્સાહિત કરવામાં આવેલ આ પ્રસંગે શાળા પરિવાર નુ ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ કાર્યક્રમ માં દરમિયાન બાલિકાઓ દ્વારા પ્રત્યાન લાઇવ ડેમો કરી તમામને નિદર્શન બતાવવા માં આવેલ કાર્યક્રમ માં માર્ગદર્શક દિલીપ ભાઈ જોષી, કિશન ભાઇ પાઠક, ગૌરાંગ ભાઈ, શાળા ના આચાર્ય કિરણ ભાઈ પંડ્યા, કપરૂપુર સરપંચ, પત્રકાર મિત્રો, ગામજ નો આગેવાનો, મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ કાર્યક્રમ નું સુંદર આયોજન કે.બી. વકીલ હાઈસ્કૂલ ના પૂર્વ આચાર્ય બાબુસિહ ઝાલા દ્વારા કરવા માં આવેલ ..