કન્યા રાશિમાં ચંદ્રના ભ્રમણથી મીડિયા, બેંકિંગ અને શિક્ષણ ક્ષેત્રે ખુલશે પ્રગતિના દ્વાર
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મન, લાગણીઓ, માનસિક સ્થિતિ, માતા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. નવગ્રહોમાં ચંદ્ર સૌથી ઝડપી ગતિએ ભ્રમણ કરતો ગ્રહ છે, જે આશરે દર અઢી દિવસે પોતાની રાશિ બદલે છે. આથી જ ચંદ્રના ગોચરની અસર માનવ મન અને રોજિંદા જીવન પર સૌથી ઝડપી અને પ્રત્યક્ષ જોવા મળે છે. તાજેતરમાં જ ચંદ્રદેવ સિંહ રાશિમાંથી નીકળીને બુધની માલિકીની કન્યા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, વાણી, વ્યાપાર અને ગણતરીનો કારક હોવાથી કન્યા રાશિમાં ચંદ્રનું આ ગોચર લોકોની વિચારવાની અને આયોજન કરવાની શક્તિમાં મોટો સકારાત્મક બદલાવ લાવશે. હાલમાં આકાશમાં ગ્રહોની જે વિશેષ સ્થિતિ બનેલી છે, તેને કારણે આ ગોચર ૫ ખાસ રાશિઓ માટે ભાગ્યોદય કરનારું અને સફળતાની નવી ઊંચાઈઓ અપાવનારું સાબિત થશે.
કન્યા રાશિ એ પૃથ્વી તત્વની રાશિ છે જે વિશ્લેષણ, વ્યવસ્થાપન, સંગઠન અને કાર્યક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ચંદ્ર આ વ્યવસ્થિત રાશિમાં આવે છે ત્યારે લોકો પોતાના કામ પ્રત્યે વધુ ગંભીર, શિસ્તબદ્ધ અને વ્યવહારિક બને છે. હાલમાં સૂર્ય અને બુધ મિથુન રાશિમાં, ગુરુ અને શુક્ર કર્ક રાશિમાં, મંગળ વૃષભમાં, શનિ મીન રાશિમાં અને રાહુ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. આ અદ્ભુત ગ્રહ દશા વચ્ચે કન્યા રાશિનો ચંદ્ર કઈ ૫ રાશિઓનું નસીબ ચમકાવશે, ચાલો વિગતવાર જાણીએ:
૧. મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર ચોથા ભાવમાં થઈ રહ્યું છે, જે સુખ, વૈભવ અને પરિવારનું સ્થાન છે. આ સમયગાળા દરમિયાન પરિવારમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને ખુશીઓનું વાતાવરણ રહેશે. શિક્ષણ, લેખન, મીડિયા અને કળા સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત પ્રોગ્રેસિવ રહેશે. કાર્યસ્થળ પર તમારા નિર્ણયોની પ્રશંસા થશે. જો તમે લાંબા સમયથી મિલકત, જમીન કે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા પક્ષમાં સકારાત્મક પરિણામો આવી શકે છે.
૨. કર્ક રાશિ (Cancer)
ચંદ્ર પોતે કર્ક રાશિનો સ્વામી હોવાથી આ ગોચર કર્ક રાશિના જાતકો માટે માનસિક શાંતિ અને અદદ્ભુત આત્મવિશ્વાસ લઈને આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મનમાં ચાલી રહેલી વ્યાકુળતા શાંત થશે. નોકરી કે વ્યવસાયમાં તમને કોઈ મોટી અને નવી જવાબદારી મળી શકે છે, જે ભવિષ્યમાં આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો કરશે. પરિવારના વડીલો અને મિત્રો તરફથી પૂરતો સહયોગ મળશે. નાણાકીય રોકાણનું યોગ્ય આયોજન કરવા માટે આ બેસ્ટ સમય છે.
૩. કન્યા રાશિ (Virgo)
ચંદ્ર તમારી જ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હોવાથી આગામી દિવસો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તમે અંદરથી એક નવી ઉર્જા, સ્ફૂર્તિ અને અદમ્ય ઉત્સાહનો અનુભવ કરશો. લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરી શરૂ થશે અને તેને પૂર્ણ કરવામાં સફળતા મળશે. ઓફિસમાં તમારી મહેનત અને કાર્યનિષ્ઠાની ઉચ્ચ અધિકારીઓ નોંધ લેશે. વ્યાપારીઓને ધંધામાં કોઈ મોટી ડીલ અથવા નવી ભાગીદારી મળી શકે છે. જો કે, કામની વ્યસ્તતા વચ્ચે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવાની સલાહ છે.
૪. તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે કન્યા રાશિનો ચંદ્ર નાણાકીય બાબતોમાં મોટો સુધારો લાવનારો સાબિત થશે. ભૂતકાળમાં કરેલી મહેનતનું યોગ્ય ફળ હવે મળવાનું શરૂ થશે. જો તમે ભવિષ્ય માટે કોઈ મોટું રોકાણ કે નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમયગાળો સાનુકૂળ છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે અથવા મલ્ટીનેશનલ કંપનીઓ સાથે જોડાયેલા છે, તેમને વિદેશી સ્રોતો તરફથી અણધાર્યો ધનલાભ કે પ્રમોશન મળી શકે છે.
૫. મકર રાશિ (Capricorn)
મકર રાશિના જાતકોના કરિયર અને આર્થિક સ્થિતિમાં આ ગોચર ખૂબ જ સકારાત્મક અને મોટો ફેરફાર લાવશે. ચંદ્ર અને બુધના પ્રભાવથી તમારી નિર્ણય શક્તિ એકદમ સચોટ બનશે, જેનાથી વ્યાપારિક ક્ષેત્રે મોટો ફાયદો થશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સિનિયર્સ અને બોસનો પૂરો સપોર્ટ મળશે, જેના કારણે તમારો પ્રભાવ વધશે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ ચિંતાનો અંત આવશે અને સુખદ, શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળશે.

