હાઇબ્રિડ SUV સેગમેન્ટમાં કિઆની મોટી તૈયારી: 2026-27માં ભારત આવશે Seltos Hybrid
ભારતનું ઓટોમોબાઈલ માર્કેટ ઝડપથી હાઇબ્રિડ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે અને આ જ દોડમાં કિઆ ઇન્ડિયાએ તેની સૌથી વધુ વેચાતી SUV સેલ્ટોસને નવા અવતારમાં લાવવાની તૈયારી કરી લીધી છે. કંપનીએ સંકેત આપ્યા છે કે કિઆ સેલ્ટોસ હાઇબ્રિડ ને 2026 ના અંતમાં અથવા 2027 ની શરૂઆતમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ઉત્સર્જનના કડક નિયમોને કારણે ગ્રાહકો હવે વધુ માઇલેજ અને સારી એફિશિયન્સીવાળી કાર તરફ વળી રહ્યા છે, ત્યારે કિઆનું આ પગલું મહત્વનું માનવામાં આવે છે.
25 km/l સુધી માઇલેજ આપવાની તૈયારી
ઓટો ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં આવનારી સેલ્ટોસ હાઇબ્રિડમાં 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે સ્ટ્રોંગ હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી શકે છે.
- આ સેટઅપ વર્તમાન પેટ્રોલ વર્ઝન કરતા 35–40% વધુ ફ્યુઅલ એફિશિયન્સી આપી શકે છે.
- તેનું માઇલેજ અંદાજે 25 km/l સુધી પહોંચવાની શક્યતા છે. કિઆનો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં તેના કુલ વેચાણનો ચોથો ભાગ હાઇબ્રિડ મોડલ્સમાંથી આવે.
2026: મિડ-સાઇઝ SUV સેગમેન્ટનો ટર્નિંગ પોઈન્ટ
નિષ્ણાતો માને છે કે વર્ષ 2026 આ કેટેગરી માટે ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે આ દરમિયાન અનેક મોટા લોન્ચિંગ લાઈનમાં છે:
- Renault Duster અને Nissan ની નવી SUV: હાઇબ્રિડ અને ADAS વિકલ્પો સાથે.
- નવી જનરેશન Hyundai Creta: હાઇબ્રિડ ટેકનોલોજી સાથે 2027 સુધીમાં સંભવિત.
- ફેશલિફ્ટ મોડલ્સ: Honda Elevate, Skoda Kushaq અને VW Taigun ના અપડેટેડ વર્ઝન સાથે સ્પર્ધા વધુ તીવ્ર બનશે.
ફીચર્સ અને સેફ્ટીમાં પણ મોટો અપગ્રેડ
આગામી સેલ્ટોસ હાઇબ્રિડ માત્ર માઇલેજ જ નહીં, પરંતુ ટેકનોલોજીમાં પણ આગળ હશે. તેમાં મળવાની અપેક્ષા છે:
- ADAS Level 2 (17 થી વધુ સેફ્ટી ફીચર્સ)
- લેન કીપ આસિસ્ટ અને બ્લાઈન્ડ સ્પોટ વોર્નિંગ
- ટ્રિપલ સ્ક્રીન લેઆઉટ અને પેનોરોમિક સનરૂફ
- વેન્ટિલેટેડ સીટ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ
કિંમત અને લોકલ મેન્યુફેક્ચરિંગ
કિઆ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, હાઇબ્રિડ કારને સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ભારતમાં જ પાર્ટ્સનું ઉત્પાદન (Localization) અત્યંત જરૂરી છે.

