GRID-INDIA આપી રહ્યું છે દર મહિને ₹૫૦,૦૦૦ કમાવવાની તક, જાણો લાયકાત અને અપ્લાય કરવાની રીત
જો તમે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને પાવર સેક્ટરમાં ઉત્કૃષ્ટ પ્રેક્ટિકલ અનુભવ મેળવવા માંગો છો, તો તમારા માટે એક સરસ સમાચાર છે. ગ્રિડ કંટ્રોલર ઓફ ઇન્ડિયા લિમિટેડ (GRID-INDIA) એ દેશના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિસર્ચ સ્કોલર્સ માટે એક ખાસ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે.
આ પ્રોગ્રામનું નામ ‘વિદ્યુત પ્રજ્ઞા – Power System Simulation Studies’ રાખવામાં આવ્યું છે. આ અંતર્ગત પસંદગી પામેલા યુવાનોને ૬ મહિના સુધી પાવર સિસ્ટમ સાથે જોડાયેલા આધુનિક ટેકનિકલ કામ શીખવાની તક મળશે. સૌથી ખાસ વાત એ છે કે આ ઇન્ટર્નશિપ દરમિયાન ઉમેદવારોને દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનું આકર્ષક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

GRID-INDIA ઇન્ટર્નશિપ ૨૦૨૬: એક નજરે મુખ્ય તારીખો અને વિગતો
સંસ્થાનું નામ: ગ્રિડ કંટ્રોલર ઓફ ઇન્ડિયા લિમિટેડ (GRID-INDIA)
ઇન્ટર્નશિપ પ્રોગ્રામ: વિદ્યુત પ્રજ્ઞા (Power System Simulation Studies)
કુલ જગ્યાઓ: ૧૫ સીટો
ટ્રેનિંગનો સમયગાળો: ૬ મહિના
માસિક સ્ટાઇપેન્ડ: ₹૫૦,૦૦૦ પ્રતિ માસ (કુલ સ્ટાઇપેન્ડ: ₹૩ લાખ)
અરજી શરૂ થવાની તારીખ: ૨૨ ઓક્ટોબર ૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ: ૬ નવેમ્બર ૨૦૨૬
અરજી કરવાની પદ્ધતિ: ઓનલાઇન
કોણ કોણ કરી શકે છે અપ્લાય? (શૈક્ષણિક લાયકાત)
આ ઇન્ટર્નશિપ માટે માત્ર ઇલેક્ટ્રિકલ અને પાવર સિસ્ટમ સાથે જોડાયેલા વિષયોનો અભ્યાસ કરનારા ઉમેદવારો જ યોગ્ય ગણાશે:
૧. BE/BTech: ઉમેદવાર પાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, પાવર એન્જિનિયરિંગ અથવા સંબંધિત બ્રાંચમાં ઓછામાં ઓછા ૬૫% માર્ક્સ (અથવા સમકક્ષ CGPA) સાથે B.E./B.Tech ની ડિગ્રી હોવી જોઈએ.
૨. MTech / ME / MSR: પાવર સિસ્ટમ અથવા સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી કરનારા યુવાનો પણ અરજી કરવા માટે પાત્ર છે.
૩. PhD Scholar: સંબંધિત ક્ષેત્રમાં રિસર્ચ કરી રહેલા સ્કોલર્સ પણ નિયમો અનુસાર અપ્લાય કરી શકે છે.
વય મર્યાદા: અરજદારની ન્યૂનતમ ઉંમર ૧૮ વર્ષ અને મહત્તમ ઉંમર ૩૨ વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી અરજીની છેલ્લી તારીખ (૬ નવેમ્બર ૨૦૨૬) ના આધારે કરવામાં આવશે.
કયા શહેરોમાં મળશે પોસ્ટિંગ? (સીટોની વિગત)
દેશભરના મુખ્ય શહેરોમાં આવેલા GRID-INDIA ના રીજનલ લોડ ડિસ્પેચ સેન્ટરો પર કુલ ૧૫ સીટો ફાળવવામાં આવી છે:
નવી દિલ્હી (NLDC & NRLDC): ૬ સીટો (૩ + ૩)
મુંબઈ (WRLDC): ૩ સીટો
બેંગલુરુ (SRLDC): ૩ સીટો
કોલકાતા (ERLDC): ૨ સીટો
ગુવાહાટી (NERLDC): ૧ સીટ
પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની સરળ રીત
ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત (માર્ક્સ) અને અરજીમાં આપેલી વિગતોના આધારે શોર્ટલિસ્ટિંગ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને આગળના તબક્કા (જેમ કે ઇન્ટરવ્યુ અથવા એસેસમેન્ટ) માટે જાણ કરવામાં આવશે.
આ રીતે કરો ઓનલાઇન અપ્લાય:
૧. સૌથી પહેલા GRID-INDIA ની સત્તાવાર વેબસાઇટ grid-india.in પર જાઓ.
૨. હોમપેજ પર આપેલા Careers અથવા Current Openings સેક્શનમાં જાઓ.
૩. ત્યાં ‘વિદ્યુત પ્રજ્ઞા ઇન્ટર્નશિપ ૨૦૨૬’ ના ઓફિશિયલ નોટિફિકેશનને ધ્યાનથી વાંચો.
૪. તમારી લાયકાત ચકાસ્યા પછી આપેલી લિંક દ્વારા ઓનલાઇન ફોર્મ ભરો અને માંગેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
૫. ફોર્મ સબમિટ કર્યા પછી એક પ્રિન્ટઆઉટ સાચવીને રાખી લો. છેલ્લી તારીખ ૬ નવેમ્બર ૨૦૨૬ પહેલા ફોર્મ ભરવાનું ભૂલતા નહીં.

