વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં “કોમ્યુનિકેશન સ્કીલ” વિષય પર ગેસ્ટ લેકચર યોજાયો

1 Min Read

શાહ એન. એચ. કોલેજ: કોમ્યુનિકેશન સ્કીલ તાલીમ યોજાઈ

વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજના કોમ્પ્યુટર સેન્ટરના ઉપક્રમે Accounts Assistant કોર્ષ અંતર્ગત “કોમ્યુનિકેશન સ્કીલ” વિષય પર એક ઉપયોગી અને માર્ગદર્શક ગેસ્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગેસ્ટ સ્પીકર તરીકે કુ. દિયા દેસાઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે હાલમાં મુંબઈની પ્રતિષ્ઠિત કંપનીમાં Marketing Executive તરીકે કાર્યરત છે. તેમણે પોતાના સશક્ત અનુભવના આધારે વિદ્યાર્થીઓને Verbal તથા Non-Verbal Communication વિષે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. માત્ર સિદ્ધાંત પૂરતું નહીં, પરંતુ પ્રેક્ટિકલ ઉદાહરણો અને ઇન્ટરએક્ટિવ એક્ટિવિટીઝ દ્વારા પ્રોફેશનલ કોમ્યુનિકેશન કેવી રીતે વિકસાવી શકાય તેની અસરકારક સમજ આપી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ લીધો અને પ્રેક્ટિસ દ્વારા પોતાની સંવાદ કુશળતામાં સુધારો કર્યો હતો.IMG 20260101 WA0003.jpgવિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, આવા પ્રાયોગિક અને માર્ગદર્શક લેકચર્સ તેમની કારકિર્દી માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે અને આવાં કાર્યક્રમો વારંવાર આયોજિત થવા જોઈએ. આ અવસરે કોલેજના ઇ. પ્રિ. વી. આર. ચાંપાનેરી એ આ પ્રકારના ઉપયોગી કાર્યક્રમના આયોજન બદલ કોમ્પ્યુટર સેન્ટર હેડ શ્રીમતી હેલીબેન પાઠકને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક કાર્યક્રમો સતત યોજવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. કોમ્પ્યુટર સેન્ટર હેડ હેલી પાઠકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

- Advertisement -
Share This Article