Gujarat iPhone 17 લોન્ચ થતા મોબાઇલ પેડલરો એક્ટિવ, દુબઈથી સસ્તા રેટમાં મોબાઈલ ગુજરાતમાં ઠાલવી કરોડો રુપિયાની GST અને કસ્ટમ ડ્યુટી ચોરી કરવાનો ખેલ

2 Min Read

Gujarat iPhone 17 થતાંની સાથે જ મોબાઈલ પેડલરો એક્ટિવ થઈ ગયા છે. ખાસ કરીને ગુજરાતમાં આજકાલ કરોડો રુપિયાની જીએસટી ચોરી અને કસ્ટમ ચોરીના કિસ્સાઓ વધતા એરપોર્ટ ઓથોરિટી માટે પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યા છે.
માહિતી મુજબ હાલમાં જ એપલે iPhone 17 લોન્ચ કર્યો છે. ભારતમાં આ ફોનની કિમત ભારતમાં આશરે સવા લાખથી દોઢ લાખ રુપિયાની વચ્ચે છે. જ્યારે દુબઈમાં ભારતીય ચલણ મુજબ તેની કિંમત 80-90 હજાર રુપિયાની વચ્ચે ગણવામાં આવે છે. iPhone 17 લોન્ચ થતાંની સાથે જ ગુજરાત સહિત ભારતમાં તેનાં વેચાણનાં દ્વાર ખૂલી ગયા છે ત્યારે iPhone 17ને દુબઈથી ભારત લાવવા માટે ગુજરાતના એરપોર્ટનો મોબાઈલ પેડલરો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ દુબઈથી આઈફોન સસ્તા રેટ લાવી ગુજરાતના એરપોર્ટ પરથી બહાર લાવવા માટે મોબાઈલ પેડલરો અને મોબાઈલ શોપના માલિકો કરોડો રૂપિયાની GST અને કસ્ટમ ચોરી ડ્યુટીની ચોરી કરતાં હોવાની વિગતો સહિતની ફરિયાદો તંત્રના ધ્યાને આવી છે. ભૂતકાળમાં અનેક વખત મોબાઈલ શોપ પર દરોડા પાડીને પેસેન્જર પીસના નામે દુબઈથી મંગાવેલા ફોનને ભારી કિંમતમા વેચતા અનેક મોબાઈલ શોપના માલિકો ઝડપાઈ ચૂક્યા છે.

iphone 17 11 1.jpg
સૂત્રો મુજબ મોબાઈલ શોપનાં વિક્રેતાઓ અમદાવાદ, વડોદરા, ભરુચ.સુરત, નવસારી, વલસાડથી લઈને અનેક જગ્યાએ આવી રીતે iPhone 17નાં કાળા બજાર કરી રહ્યા હોવાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી રહી છે. જીએસટી વિભાગ આવા ડ્યુટી ચોરો તરફ લાલ આંખ કરશે તો કરોડો રુપિયાની જીએસટી અને કસ્ટમ ડ્યુટીની ચોરીનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાતી નથી. સરકારી તિજોરીને નુકશાન કરી રહેલા આવા મોબાઈલ પેડલરો સામે તંત્ર ક્યારે લાલ આઁખ કરશે તે જોવાનું રહે છે.

- Advertisement -

સૂત્રો મુજબ ગુજરાત એરપોર્ટના અધિકારીઓના મેળાપીપણાનાં આક્ષેપો થઈ રહ્યા છે. એરપોર્ટ અધિકારીઓ સાથેની સાંઠગાઠમાં માલ લાવામાં આવતું હોવાનું ચર્ચાય છે. સુરત અને અમદાવાદમાં એક ફોન પર 5 થી 6 હજાર રૂપિયા લઈ ફોનને એરપોર્ટની બહાર ડ્યુટી ભર્યા વિના જ સગેવગે કરતાં હોવાની ચોંકવાનારી વિગતો જાણવા મળી રહી છે.

TAGGED:
Share This Article