છોટાઉદેપુરમાં લગ્નપ્રસંગમાં આવેલા 150 જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થતા દોડધામ મચી હતી અને મોડી રાત સુધી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી વચ્ચે લગ્ન પ્રસંગની મજા બગડી ગઈ હતી.
છોટાઉદેપુરના ક્સ્બામાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ 150થી વધુ જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થતાં તમામને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
છોટાઉદેપુરમાં લગ્નપ્રસંગે બપોરના સમયે વડોદરાથી જાન પણ આવી ગયા બાદ તમામે બપોરનું જમણવાર આરોગ્યા બાદ સાંજના છ વાગ્યાના અરસામાં અચાનક તમામ મહેમાનોને ઝાડા-ઊલટી અને ચક્કર આવવાનું શરૂ થતાં ભારે ભાગદોડ મચી ગઇ હતી અને અસરગ્રસ્તોને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઇ ગઈ હતી અને હાજર ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ પણ ઓછો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ દર્દીઓની સંખ્યામાં સતત વધતી જતી હતી, જેને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરીને જિલ્લાની અન્ય હોસ્પિટલમાથી ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ મોકલવા માટે તજવીજ શરૂ થઈ હતી.
આમ,ખોરાકી ઝેરની અસર થતા ભારે દોડધામ મચી હતી.