અગાઉ શાળામાં ગુરુ શિષ્યા વચ્ચે પવિત્ર સબંધ હતા પણ અત્યારે અનેક ગુરુઓ શાળામાં ભણવા આવતી છોકરીઓની જિંદગી બરબાદ કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે તેમાંય અંગ્રેજી કલ્ચર ઘૂસતા નાની ઉંમરની બાળાઓ ઉપર રેપના કિસ્સા વધ્યા છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિની ઉપર શાળાના 50 વર્ષીય માઇકલ નુન્સ અને 30 વર્ષીય શિક્ષક આર. ડિકોસ્ટાએ જે રીતે વારંવાર સામુહિક બળાત્કાર કર્યો અને સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરવાની ઘટના સામે આવી તે મામલો ખુબજ ચોંકાવનારો છે.
ગભરુ બાળા ત્યાં ભણવા જતી હતી અને તેને ભણાવવાને બદલે દાદાની ઉંમરના શિક્ષક અને બીજો પિતાની ઉંમરનો શિક્ષક જો આવું અધમ કૃત્ય કરે તો બાળા ની મનોદશા શુ હશે તે સમજવાનો ક્યારેય આવા નીચ લોકો વિચાર કર્યો હશે ખરો?
શાળાના આ બન્ને એ વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને તેના પરિવારમાં કોઈને પણ ઘટનાની જાણ ન કરવા ધમકાવવામાં આવી હતી.
ગેંગરેપ નો ભોગ બનનાર માસૂમ 14 વર્ષની વિદ્યાર્થીનીએ પરિવારની બદનામીના ડરે તેમજ શાળાના મેનેજર અને શિક્ષકે આપેલી ધમકીના પ્રભાવમાં આવી જઈ પરિવારને ઘટનાની જાણ કરી ન હતી. તાજેતરમાં વિદ્યાર્થિનીની તબિયત લથડતા નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે સુરત અને ત્યાંથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
ઘટનામાં સગીરાના પરિવારના સભ્યોએ મુંબઈની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ મુંબઈના પોલીસ મથકે શાળાના મેનેજર અને શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થિનીની ઉપર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સેલવાસ પોલીસ મથકે રીફર થતા સેલવાસ પોલીસે તાત્કાલિક શાળાના મેનેજર ને શિક્ષકની ધરપકડ કરી 3 તારીખ સુધી ના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે સેલવાસ ડેપ્યુટી કલેકટર એ શાળા ને બંધ કરવાનો.પણ આદેશ આપ્યો છે.
આ ઘટનાને લઈ ખુબજ રોષ જોવા મળી રહ્યો છે અને અન્ય વાલીઓ પણ પોતાના સંતાનોની ચિંતા થતા સ્કૂલે કેમ મોકલવા તે ગડમથલમાં પડ્યા છે.