યાત્રાધામ અંબાજી જઈ રહેલા 7 પદયાત્રીના કાર અડફેટે કરુણ મોત અંગે મુખ્યમંત્રી એ દુઃખ વ્યક્ત કર્યું છે અને રૂ. 4 લાખની સહાય જાહેર કરી છે.
ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને બેફામ ધસી આવેલા કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અંબાજી જતા પદયાત્રીઓને અરવલ્લીના કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. પદયાત્રીઓને કારચાલકે અડફેટે લીધા હતા, જેથી 7 લોકોનાં મોત થયાં છે, જ્યારે 9 લોકોને ઈજા પહોંચતાં હાઈવે લોહિયાળ બન્યો હતો. મૃતકોમાં પદયાત્રીઓ સહિત એક સ્થાનિકનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો તેઓએ ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું, રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરવામાં આવે છે.
શામળાજી-સ્ટેટ હાઇવે ઉપર પડયાત્રીઓને નડ્યો અકસ્માત ; 7ના મોત,પાંચ ઘાયલ :મુખ્યમંત્રીએ જાહેર કરી સહાય
આજે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓને સવારે એક મોટો અકસ્માત નડ્યો હતો.
શામળાજી-સ્ટેટ હાઇવે ઉપર બેફામ પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે માલપુરના કૃષ્ણપુરા નજીક પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમા કાલોલ તાલુકાના અલાલી ગામના આ પદયાત્રીઓ પગપાળા અંબાજી જઈ રહ્યા હતા એ દરમિયાન વહેલી સવારે માલપુર નજીક આ અકસ્માત સર્જાયો હતો.
પાંચ જેટલા ઘાયલોને માલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.