રાજ્યમાં ઉત્તરાયણ ઉપર ઠેરઠેર પતંગની દોરીના ઢગલા થાય છે પરિણામે પક્ષીઓને નુકશાન અને માનવીના ગળામાં ઇજા થવાનું જોખમ ઉભું થાય છે ત્યારે આવા જ્યાં ત્યાં પડેલા નકામા દોરાના નિકાલ માટે ગાંધીનગરના મેયર દ્વારા એક સ્કીમ મુકવામાં આવી છે જે મુજબ દોરીના ગુચળાના બદલામાં રૂપિયા કમાઈ શકો છો.
ઉત્તરાયણ ઉપર જ્યાં ત્યાં એકત્ર થતાં દોરીના ગુચળા ભેગા કરી તેને જમા કરાવી શકો છો અને પ્રતિકિલો દોરી લાવનારને મેયર 200 રૂપિયા ચૂકવશે.
ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા જોખમી બનતા હોય છે ત્યારે તેના ઉકેલ માટે ગાંધીનગરના મેયર દ્વારા નવતર સ્કીમ રજૂ કરવામાં આવી છે.
જેમાં આવી પતંગની દોરીના ગૂંચળા મેયર કાર્યાલય ખાતે સ્વીકારીને પ્રતિ કિલોના 200 રૂપિયા આપવામાં આવશે.
ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 13 થી 20 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જે રીતે ગાંધીનગર મેયર દ્વારા આ પ્રકારની જાહેરાત થઈ છે તેવી જાહેરાત અન્ય નગરોમાં પણ કરવામાં આવેતો જ્યાં ત્યાં ઢગલા થતી આવી નકામી દોરીનો ઉકેલ આવી શકે તેમ છે.