એક સમયના પાટીદાર અનામત આંદોલનના નેતા ગણાતા અને ત્યારબાદ ભાજપનો પાલવ પકડનાર રેશ્મા પટેલે NCPમાં જોડાયા છે. NCPના અગ્રણી નેતાઓની હાજરીમાં રેશ્મા પટેલે NCPનો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે. ત્યારબાદ રેશ્મા પટેલે મીડિયા સાથે વાત કરી હતી. અને તેમણે માનસિક રીતે ભાજપને બહુ પહેલા છોડ્યું હતું અને વિધિવત રીતે પછી છોડ્યું હતું. સાથે સાથે NCPમાં જોડાવાનો આનંદ અને એક ઉમેદવાર તરીકે પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હું NCPના તમામ અગ્રણીઓને વિશ્વાસ અપાવવા માંગું છું કે, NCPની મજબૂતાઇથી આગળ વધારવાનો આપણો શંકલ્પ છે. જેમાં મારો પણ સિંહફાળો રહેશે.