ગુજરાતે ફરી એક વખત નામ રોશન કર્યુ છે. અમિતાભ બચ્ચન ફેમ કૌન બનેગા કરોડપતિમાં અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં આ વર્ષે જ આઈટી એન્જિ.માંથી પાસ થયેલા 22 વર્ષીય યશરાજસિંહ ડોડીયાની પસંદગી થઈ છે. આજે 5 ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગે KBCની ફાસ્ટેટ ફીંગર ફર્સ્ટનો રાઉન્ડ સફળતા પૂર્વક પાસ કરીને યશરાજસિંહ કેબીસીની હોટ સીટ પર અમિતાબ બચ્ચન સાથે જોવા મળશે ત્યારે કેબીસી શોમાં પહોંચવાથી લઈને પહેલી વખત ફેસ ટુ ફેસ બીગ-બી સાથે મળ્યાના અનુભવો યશરાજસિંહેં શેર કર્યા હતા.
કેબીસી અંગે વાત કરતા યશરાજસિંહે કહ્યું કે, ‘કેબીસીમાં જવા માટે તમારે મેસેજ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન માટે એન્ટ્રી મોકલવી પડે છે. ત્યાર બાદ કેબીસી ટીમ દ્વારા તમને સવાલો મેસેજ કરવામાં આવે છે. જે સવાલોના જવાબ આપ્યા બાદ તમને કેબીસીની ટીમ આપને એક્ઝામ માટે બોલાવે છે. જે પાસ કરીને તમે કેબીસીમાં ફાસ્ટેટ ફીંગર ફર્સ્ટ માટે બેસવા દેવામાં આવે છે. જેમાં પણ ઘણા પ્રયત્નો પછી તમે ઓછી સેકન્ડમાં જવાબ આપો તો તમે કેબીસીની હોટ સીટ પર બેસી શકો છો.