અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આજે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, પ્રવાસન મંત્રી મુળુભાઇ પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.
આજે તા.8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલનારા
G20 થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં G20 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહયા છે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ મહોત્સવમાં G20ના લોગો સાથે છપાયેલી પતંગો આકાશમાં લહેરાતી જોવા મળશે.
પતંગ મહોત્સવમાં આવતા મુલાકાતીઓ માટે G20 ફોટોબૂથ તૈયાર કરવામાં આવ્યો છે.
જેમાં 68 દેશોના 126 પતંગબાજો, 14 રાજ્યોના 65 પતંગબાજો અને ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. મહત્વપૂર્ણ છે કે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં G-20 દેશોના પતંગબાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તથા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડનું પણ આયોજન કરાયું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઇઓને પાર કરી રહ્યો છે. વડાપ્રધાને ગુજરાતમાં ઉત્સવો-તહેવારોને જનભાગીદારીથી લોકોત્સવ બનાવવાની એક અનોખી પરંપરા ઉભી કરી છે.
તેઓએ ઉમેર્યું કે આ પતંગ મહોત્સવ હવે રાજ્ય પુરતો કે દેશ પુરતો સિમિત ન રહેતા હવે ઇન્ટરનેશનલ કક્ષાનો બની ગયો છે અને તેથીજ વિવિધ દેશોના પતંગબાજો ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યાં છે. પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર અંદાજે 625 કરોડનું છે અને 1 લાખ 30 હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ થકી રોજગારી મળી રહી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.