રાજ્ય માં ચુંટણીઓ દરમિયાન એકાએક બંધ થઈ ગયેલું માસ્ક અભિયાન હવે ફરી શરૂ થયું છે અને એકજ દિવસ માં માત્ર અમદાવાદમાં જ સરકાર ને માસ્ક અભિયાન માં રૂ.8 લાખ ઉપરાંત ની આવક થઈ છે. ચુંટણીઓ યોજીને કોરોના ફેલાવનાર નેતાઓ ના પાપે હવે કોરોના વકરતા ફરી એકવાર જનતા ને માસ્ક ના નામે દંડ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને માત્ર અમદાવાદમાં જ ગુરુવાર ના રોજ એક જ દિવસમાં માસ્ક ના નામે 835 લોકો પાસેથી રૂ.8.35 લાખનો જ્યારે 61 વાહન ડિટેઈન કરીને વાહન છોડવા માટે માલિક પાસેથી રૂ.8.83 લાખ દંડ વસૂલ કર્યો છે. આમ એક જ દિવસમાં પોલીસે લોકો પાસેથી રૂ.17.18 લાખ ખંખેરી લીધા છે. પોલીસે કર્ફ્યુ ભંગ બદલ 141 લોકો સામે ગુના નોંધ્યા હતા. છેલ્લા 1 વર્ષમાં કર્ફ્યૂ અને જાહેરનામા ભંગના 45,283 ગુના નોંધીને 54,497 લોકોની ધરપકડ કરી હતી.
આમ હવે કોરોના માં બેહાલ જનતા ભૂલેચૂકે માસ્ક વગર નીકળશે તો પણ તેનું કોઈ કારણ સાંભળવામાં આવશે નહિ તેથી સરકાર ના આ અભિયાન થી બચવું હોય તો ઘર ની બહાર નીકળતા જ માસ્ક ચડાવી દેવાનું ભૂલતા નહિ.
