રાજ્યમાં કોરોનાની પરિસ્થતિ વકરી રહી છે, જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે બીજી તરફ ઓક્સિજનવાળા દર્દીઓની પણ સંખ્યામાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓક્સિજન કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. અને સતત 24 કલાક કામગીરી કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં તંત્રે 5 હોસ્પિટલોને એમસી દ્વારા 50 સિલિન્ડર આપવામાં આવ્યો છે.
તંત્રે 5 હોસ્પિટલોને એમસી દ્વારા 50 સિલિન્ડર આપવામાં આવ્યો
1 | એઈમ્સ હોસ્પિટલ | પાલડી | 10 |
2 | સહયોગ હોસ્પિટલ | સરખેજ | 5 |
3 | સુશરુથા હોસ્પિટલ | નવરંગપુરા | 20 |
4 | જયદીપ હોસ્પિટલ | નવરંગપુરા | 10 |
5 | એસ.બી. એમ | મોટેરા | 5 |
સરકારે દાવો કર્યો છે કે જે હોસ્પિટલોને પ્રાયોરીટી રિફીલીંગની જરૂરીયાત હતી તેવી હોસ્પિટલોને પ્રાયોરીટીમાં ઓક્સિજન રીફીલીંગ કરાવી આપવામાં આવી છે. સાથે સાથે અન્ય હોસ્પિટલોના નામો પણ ખુલાસો થયો છે. જેમાં એસ. એમ. એસ હોસ્પિટલ, આનંદ હોસ્પિટલ, કોઠીયા હોસ્પિટલ, પરીખ હોસ્પિટલ, શીફા હોસ્પિટલમાં તંત્રે સ્થળ પર જઈને ટેન્કર મારફતે લીક્વીડ ઓક્સિજન પુરો પાડીને ઈમરજન્સી જરૂરીયાત પૂર્ણ કરવામાં આવી છે.