અમદાવાદમાં પોલીસ અને કરનીસેના વચ્ચે ફરી વિખવાદ થયો છે અને સંઘર્ષ થતા ભારે હોબાળો થયો છે.
વિગતો મુજબ ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ આંદોલન થયું હતું જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા.
આ કેસ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માગ સાથે ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના એક દિવસના ધરણાં નો કાર્યક્રમ યોજ્યો હતો જોકે આ સમયે મંજૂરી નહિ હોવાથી કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કરણીસેના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત કરી છે.
કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરો ગાંધીજયંતી નિમિત્તે ગાંધીઆશ્રમ ખાતે પોતાની માગ સાથે એક દિવસનાં ધરણાં કરવા જઈ રહ્યા ત્યારે પોલીસે સુભાષબ્રિજ પાસે જ તેમને રોકી લીધા હતા, જેને કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઇ હતી બીજી તરફ આશ્રમ ના જવાબદાર આશ્રમ સંચાલકે કોરોના ને કારણે પ્રવેશ બંધ બાબતે ઘ્યાન દોર્યું હતું છતાં રાજ શેખાવત અને કાર્યકર્તાઓ ગાંધી આશ્રમમાં પ્રવેશ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યો હતો. એક સમયે ગાંધી આશ્રમમાં જવાની મંજૂરી ન મળતાં ગૃહમંત્રી હાય-હાયના નારા લગાવ્યા હતા. આમ દિવસભર આજે પોલીસ અને કોંગ્રેસ તેમજ કરણી સેના વચ્ચે ઘર્ષણ ના સમાચારો આવી રહ્યા છે.
