અમદાવાદમાં કોરોના વાયરસ ચિંતાજનક દરે વધી રહ્યુ છે. આજે શુક્રવારે અમદાવાદ શહેરમાં 325 અને અમદાવાદ જિલ્લામાં 28 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે અમદાવાદ જિલ્લામાં આજે શુક્રવારે કુલ 358 નવા કોરોના સંક્રમિત નોંધાય છે. ઉપરાંત આજે અમદાવાદમાં કુલ 10 કોરોના સંક્રમિતોના મોત નિપજ્યા હતા. ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં કોરોનાના કુલ 16 દર્દીના મોત થયા હતા જેમાં સૌથી વધુ અમદાવાદના હતા. છેલ્લા કેટલાંક દિવસથી રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર કુલ દર્દીઓમાં અમદાવાદના સંકમિતોની સંખ્યા સૌથી વધુ હોય છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં આજે પ્રથમવાર એક દિવસમાં રેકોર્ડબ્રેક 1607 કોરોના કેસ નોંધાયા છે.
આ દરમિયાન અમદાવાદમાં આજે કૂલ 356 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ શહેરના 338 અને અમદાવાદ જિલ્લાના 19 દર્દીઓ શામેલ છે.
અમદાવાદમાં વધુ 28 સ્ળથો માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે. આજે કોરોના સંક્રમણને પગલે સંક્રમિત દર્દી નોંધાયા હોય તેવા 28 સ્થળોને આરોગ્ય વિભાગ દ્વારા માઇક્રો કન્ટેન્મન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેની યાદી આ મુજબ છે…
હાલમા અમદાવાદ શહેરમાં કુલ 256 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ કરવામા આવેલ વિસ્તૃત ચર્ચા-વિચારણાને અંતે ૦5 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 28 વિસ્તારમાં કેસો સામે આવતા તેને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.