અમદાવાદ ના વાયણા ની કરોડો ની જમીન માં હવે ED ની એટ્રી થશે તો રૂ. 8 કરોડ કોંગ્રેસ ના તો બીજા રૂ.દોઢ કરોડ કોના સહિત અન્ય છ નેતાઓ નો કોંગ્રેસ ની કેટલી જમીનો માં કહેવાતા થયેલા રોકાણ મામલે પરદો ઉચકાય તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
આ લોકો નો આજ ધંધો હોવાની વાતો ચર્ચામાં આવી છે કોંગ્રેસ ના પૈસા ફેરવવા નો મામલો હવે સપાટી ઉપર આવ્યો હોવાની વાતો ચર્ચાનું કેન્દ્ર બની છે.
અમદાવાદ ના છેવાડે વાયણા માં આવેલી કોંગ્રેસ ની વિવાદિત રૂ. સાડા નવ કરોડ ની જમીન નો વિવાદ હવે ચરમસીમા એ પહોંચી ચુક્યો છે અને AICC નું રોકાણ જો રૂ.આઠ કરોડ ગણવામાં આવે તો બીજા દોઢ કરોડ કોણે અને શુ કામ નાખ્યા તે વાત હવે ધીરેધીરે રંગ પકડી રહી છે જોકે, વાત એવી પણ ચર્ચામાં છે કે જે કોંગ્રેસ હાઇ કમાન્ડ ના નજીક ના મનાતા સ્વર્ગીય નેતા આ આખા પ્રકરણમાં મુખ્ય ભૂમિકા માં હતા તેઓ એ આ જમીન ની એટ્રી AICC ની નોટ માં કરી હતી તેવી વાતો જયારે ચર્ચા માં આવી ત્યારથી એક ગ્રુપ ટેંશન માં આવી ગયું છે અને વાત એવી પણ છે કે મામલો સેટલ કરવા ઉપર છે.
બીજી તરફ સ્વ.નેતા ના પુત્ર પણ હવે એક્ટિવ થયા છે અને પોતાના પપ્પા એ આ જમીન માં કરેલો વહેવાર પણ છોડી સોલ્યુશન લાવવા મામલે તજવીજ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જોકે,આ જમીન સિવાય અન્ય કેટલાક આવા વ્યવહાર પણ થયા હોવાની વ્યાપક ચર્ચાઓ છે જેમાં કોંગ્રેસ ના છ દિગ્ગજ નેતાઓ ના ઈંવોલ્ટ મેન્ટ અંગે ચોંકાવનારી વાતો પણ માર્કેટ માં ચાલી રહી છે.
આ કોંગ્રેસ ના મોટા નેતાઓ પણ કોંગ્રેસ ની અન્ય જમીનો માં પાર્ટી ના રોકાણ માં કરોડો દબાવ્યા હોવાની ચર્ચાઓ છે ત્યારે હવે આ પ્રકરણમાં ED ની નજર હોવાની વાતો સંભળાઈ રહી છે અમદાવાદ ના બહુ ચર્ચિત વાયણા જમીન માં આઇટી સેલ ના નેતા ના લઘુ બંધુ પણ હવે ફૂલ ચર્ચામાં આવ્યા છે અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા હવે આ જમીન હસ્તગત કરવા માટે અંદરખાને તૈયારીઓ શરૂ કરી હોવાની વાતો ચર્ચાના કેન્દ્ર માં રહેવા પામી છે.
જોકે, કરોડો ના વહેવારો કરનારા મોટા માથાઓ સ્વર્ગસ્થ સિનિયર નેતા ની નજીક હતા પણ તેઓ હવે આ દુનિયા માં નહિ રહેતા આ છ નેતાઓ નો રોલ અને AICC દ્વારા ક્યાં ક્યાં રોકાણ કર્યું છે અને તે પૈસા કેટલા છે? વગરે બાબત મામલે અનેક ચર્ચાઓ ઉઠી છે અને સમય આવ્યે પુરાવા સાથે સત્યડે અખબાર અને સત્યડે મીડિયા હાઉસ માં વિગતવાર પર્દાફાશ કરાશે. (ક્રમશઃ)