અમદાવાદ ના વાયણા ની વિવાદાસ્પદ જમીન માં આઇટી સેલ નેતા ના ભાઈ પાસે રૂ. 9.50 કરોડ આવ્યા ક્યાંથી ? તે હવે મુદ્દો બન્યો છે અને કહેવાય છે કે તેઓ ની એક ઇસ્યોરન્સ કંપની પણ બ્લેકલીસ્ટ છે ત્યારે ઇન્કમ મામલે હવે ઇડી તપાસ કરશે ? સાથેજ કોંગ્રેસ ના સ્વર્ગસ્થ સિનીયર નેતા ના કરોડો રૂપિયા નો વહેવાર છ નેતાઓ સાથે થયો હોવાની વ્યાપક ચર્ચા છે તેમાં પણ તપાસ થાય તો ફુગ્ગા ફૂટવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
અમદાવાદ માં વાયણા ની કોંગ્રેસ ની માલિકી ની મનાતી કરોડો ની કિંમત ની જમીન મામલે હવે કોકડું બરાબર નું ગુંચવાયું છે અને આ માટે એક મિટિંગ માં સેટલમેન્ટ માટે મિટિંગ થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે અનેક વહેવારો ખુલે તેવી વાતો વહેતી થઈ છે.
સ્વર્ગીય વરિષ્ઠ નેતા AICC ના તમામ વહેવારો નો હિસાબ પુરી પ્રમાણિકતા થી રાખતા હતા અને તે નોટ ની બે કોપી હોવાનું કહેવાય છે જેઓ એ ખુદ આ પ્લોટ માં પોતાના ઘરના દોઢ કરોડ નાખ્યા હોવાની વાત વચ્ચે હવે જેને જોઇતી હોય તે પૈસા ચૂકવી મેટર પુરી કરે તેવી અટકળો વચ્ચે સ્વર્ગસ્થ નેતા ના આવા અન્ય છ જેટલા નેતાઓ પાસે પૈસા સલવાયા હોવાની ચોંકાવનારી ચર્ચાઓ ઉઠવા પામી છે આ બધા નેતાઓ પણ અમુક કરોડો માં રકમ દબાવી ને બેઠા હોવાની વાત છે જેનો ફુગ્ગો પણ સમય આવ્યે ફૂટે તેવી હવા છે.
આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે હાલ માં જે દાવો થઈ રહ્યો છે તે આઇટી સેલ ના નેતા ના નાના ભાઈ ની માલિકી હોય તો તેઓ આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા ? બીજીવાત કે હાલ માર્કેટ માં જે વાત સંભળાઈ રહી છે તે મુજબ તેઓની ઇસ્યુરન્સ કંપની બ્લેકલીસ્ટ થઈ છે ત્યારે આ વાત તપાસ નો વિષય બની જાય છે અને ઇડી માટે આ એક તપાસ નો વિષય છે.
અહીં વાત જમીન માલિકી અને રૂ.સાડા નવ કરોડ ના ઇન્વેસ્ટમેન્ટ નો મુદ્દો તપાસ નો વિષય છે તેમજ એ છ નેતાઓ કોણ છે ?જેઓ સ્વર્ગસ્થ સિનિયર નેતા સાથે નાણાંકીય મોટા વહેવારો સાથે સંકળાયેલા છે તે વાત તપાસ નો વિષય તો બને છે ત્યારે હવે પછી શું થશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.
