રાજ્ય માં શિયાળા ના પ્રારંભે જ ફરી એકવાર કોરોના નું કાળચક્ર ફરી વળ્યુ છે અને રોજિંદા ચિંતાજનક કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના ને કાબુ માં લેવા હાલ અમદાવાદ, વડોદરા, સુરત માં
પ્રારંભિક તબક્કા માં રાત ના 9 થી સવાર ના 6 સુધી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ શહેર ની વાત કરવામાં આવે તો અમદાવાદ જાણે કર્ફ્યૂમાં થંભી ગયું હતું. મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામમાત્ર જણાતી હતી.જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે ચડી હતી. કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે.અમદાવાદ શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. પોલીસ દ્વારા કર્ફ્યૂના જાહેરનામા ભંગ બદલ કુલ 117 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે અને 130 લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય શહેરો માં આજથી અમલ શરૂ થઈ જશે.
દિવાળી માં વતન ગયેલા લોકો પરત આવી રહ્યા છે અને એસટી બસો કરફ્યૂગ્રસ્ત શહેરો માં એન્ટર થતી ન હોય બાયપાસ જ મુસાફરો ને ઉતરવાની ફરજ પડી રહી હોવાની બૂમરાણ પણ મચી છે.
