કોરોના માં મોત થયા બાદ મૃતક નો મૃતદેહ વતન માં લઇ જઇ અંતિમવિધિ કરી નાખતા આ બનાવ માં ગુનો નોંધાયો હોવાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે.
વિગતો મુજબ અમદાવાદ માં રહેતા રાજસ્થાન બાંસવાડાના ૬૫ વર્ષીય વૃધનુ કોવીડ-૧૯ના કારણે સોમવારે મોત નિપજ્યું હતુ. સોમવારે સાંજે મૃતક નો મૃતદેહ વીએસ સ્મશાનગૃહ ખાતે લવાયા બાદ સ્થળ ઉપર આવેલ મૃતક નો પુત્ર પોતાના પિતા નો મૃતદેહ લઈ જતો રહ્યો હતો જેથી તંત્ર દોડતુ થઈ ગયું હતું. સ્મશાન ઉપર આવેલ મૃતક નો પુત્ર અને સંબંધીઓ મૃતદેહ લઇ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં રાજસ્થાન ભાગી જઈ ત્યાં અંતિમવિધિ કરી નાખતા તેની સામે અમદાવાદ એલિસબ્રીજ પોલીસમાં ગુનો નોધાયો છે.
વિગતો મુજબ ગત ૨૬મી સપ્ટેમ્બરે કોરોના દર્દી રણછોડ ચૌહાણ(ઉ.૬૫, રહે બાસવાડા રાજસ્થાન)ને દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન ગત સોમવારે તબીયત વધુ બગડતા ૧૧.૧૦ મૃત્યુ થયું હતું. નિયમ પ્રમાણે શબ નિકાલ વીએસ સ્મશાન ગૃહમાં કરવાના બદલે મૃતકનો પરિવાર ખાનગી એમ્બ્યુલન્સમાં સ્મશાનથી સીધા બાંસવાડા ભાગી ગયા હતા.હોસ્પિટલ અને કોર્પોરેશને શોધખોળ કરી પરંતુ સાંજ સુધી મૃતદેહ ક્યાં લઇ ગયા તેની જાણ થઇ ન હતી આખરે બહાર આવ્યું કે, પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં મરનારનો પુત્ર મહેન્દ્ર, એક મહિલા અને બે પુરુષ લઇ જતાં રહ્યા હતા. રાજસ્થાન બાંસવાડા પોલીસ સ્ટેશનને જાણ કરતા બહાર આવ્યું કે, સોમવારે મોડી રાત્રે તેઓએ સ્થાનિક સ્મશાન ગૃહમાં તેમની અંતિમવિધી કરી હતી. આ બનાવ ને લઈ ભારે ચકચાર જાગી હતી.
