અમદાવાદમાં કોરોના સ્પ્રેડ થતા હવે હરકત માં આવેલા તંત્ર દ્વારા સવારથીજ અમદાવાદ શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યાં છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલ ભેગા કરવામાં આવી રહ્યા છે અને જો નેગેટિવ આવે તો રૂ.1000 હજારનો દંડ ફટકારવાનું શરૂ થતાં લોકો માં ભારે ગભરાટ ફેલાયો છે.
અમદાવાદ માં AMCની 200 ટીમ દ્વારા હાલ ચેકિંગ ધરવામાં આવી રહ્યું છે. હાલ કોરોના ની ગંભીર સ્થિતિ જોતાં માસ્ક વગર બહાર ફરતા લોકોને સીધા કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માસ્ક પહેર્યા વગર ના નજરે પડતા લોકોને ઉભા રાખી તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. રેપિડ ટેસ્ટ દરમિયાન જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરી દેવાશે જ્યારે જે લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવશે તેમને માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 1 હજાર રૂપિયાનો દંડ વસુલ કરાઈ રહ્યો છે.ઉપરાંત યુનિટમાં કામ કરનારા કર્મચારીઓ માસ્ક પહેરેલા નહીં હોય તેવા યુનિટોને સીલ મારવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાયું હોય તો તેમને દંડ ફટકારવામાં આવશે.
અમદાવાદ શહેર-જિલ્લામાં અત્યારસુધીમાં 46,268 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દિવાળી તહેવાર દરમિયાન શહેરના બજારોમાં ભીડ જામી હતી. જેને લઇને 13થી 19 નવેમ્બર સુધી દરરોજ 200થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 7 દિવસમાં અમદાવાદશહેર-જિલ્લામાં 1578 કેસ નોંધાયા હોવાનું સરકારી ચોપડે નોધાયું છે.
