રાજકારણ માં નેતાઓ માત્ર કમાવા આવતા હોવાની વાતો હવે સામાન્ય થઈ પડી છે અને તેમાંય કોરોના માં પ્રજા ને આકરા દંડ અને નેતાઓ ને કોઈ નિયમો નડતાજ નહિ હોવાની વાતો સીઆર પાટીલ ની રેલીઓ બાદ સામે આવતા ભાજપ સામે લોકો માં અનેક કોમેન્ટ થઈ રહી છે ત્યારે ભાજપના નાના નેતાઓ પણ જાણે કમાવા ની કળા કેળવી લીધી છે.
કોરોના માં ભલે બધે બેકારી નો માહોલ હોય પણ અમદાવાદ ના રાજકીય નેતાઓ હાલતો કચરા માંથી પણ રૂપિયા કેમ બનાવવા તે જાણવુ હોય તો આ નેતાઓ પાસે ટ્યૂશન લેવું પડે. અમદાવાદના પિરાણા ખાતેના કચરાનાં ડુંગરને સાફ કરવા માટે એક ટેન્ડર બહાર પડાયું હતું પણ તે ભરાયું જ નહી અને બીજી તરફ આ કચરો દૂર કરવાની તાતી જરૂર ઊભી થઈ હવે શું કરવું તે પ્રશ્ન ઉભો થયો પણ આ મામલા નો નિકાલ લાવવા માટે આખરે કોર્પોરેશને ટેન્ડર વગર જ કેટલાક મશિનો મુકાવી દીધા છે. જેમાં મોટા ભાગના મશીનો ભાજપના સ્થાનિક નેતાઓના છે. જે પ્રમાણે ચર્ચા ઉઠી રહી છે તે મુજબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, હેલ્થના ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ એક સાંસદ અને ભાજપના ધારાસભ્યની ભલામણો પ્રમાણે આ મશીન મુકવાની મંજૂરી અપાઈ છે. જોકે,આ રીતે ચાલુ થયેલી કામગીરી આમતો નિયમો વિરુદ્ધ ની હોવાનું અધિકારીઓ પણ જણાવી રહ્યાં છે પણ અહીં નિયમો નડે છે કોને ? સામાન્ય કેલ્ક્યુલેશન કરવામાં આવે તો દર મહિને એક મશીન માટે અંદાજે રૂ. ૬ લાખ રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવે છે. જ્યારે મશિનની કીંમત રૂ. ૩૦ લાખથી વધુની જ છે. એટલે કે પાંચ મહિનાની અંદર મશીનની ખરીદ કિંમત વસૂલ થઈ જાય છે અને ત્યારબાદ એટલે કે આ મશીન સોના ના ઈંડા બનાવતી મુરઘી સાબિત થઈ શકે તેમ છે ત્યારે જો ખુદ કોર્પોરેશન દ્વારા જ આવા મશીનોની ખરીદી કરી લેવામાં આવી હોત તો કોર્પોરેશન ને ઘણો જ ફાયદો થાય તેમ હતો અને સફાઈ ની સફાઈ થતી રહેત પરંતુ એવું થયું નથી.
આ વાત આજકાલ ભારે ચર્ચા નો વિષય બની છે.
કચરામાંથી કાપડ, કાગળ, લાકડું, પ્લાસ્ટિક તેમજ મકાનનાે કાટમાળ, ભીનો કચરો વગેરે અલગ પાડી સિમેન્ટ ઉત્પાદક તેમજ એનર્જી ઉત્પન્ન કરતી કંપનીને આપવામાં આવતો હોવાનો દાવો કરાય છે તો આજ સુધીમાં કચરામાંથી કેટલી વીજળી ઉત્પન્ન કરાઇ કે અન્ય બાય પ્રોડક્ટ મેળવાઈ તેનો કોઇ રેકોર્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે ન હોઇ આમાં પણ વ્યાપક ગેરરીતિ આચરાતી હોવાના ગંભીર આક્ષેપ થઇ રહ્યા છે.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અત્યારે દરરોજ ૩૦૦ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરી શકે તેવાં ૧૭ નાનાં મશીન અને ૧,૦૦૦ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરી શકે તેવા એક મોટા મશીનને પીરાણા ખાતે કામે લગાડ્યું છે. તંત્ર ૩૦૦ મેટ્રિક ટનના મશીનને ભાડે ચલાવવા પ્રતિ મહિને રૂ.૬.૪૦ લાખનું ભાડું ચૂકવી રહ્યું છે, જ્યારે ૧,૦૦૦ મેટ્રિક ટનના ઓટોમેટિક મશીનનું પ્રતિ મહિને રૂ.૧૪ લાખનું ભાડું છે, જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટ્રોમેલ મશીન ભાડે લેવામાં ગેરરીતિ ની ફરિયાદો ઉઠી રહી છે,જોકે આ અંગે તપાસ કરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય તેમ છે.
