કીમ રેલ્વે સ્ટેશન નજીક ચાલતી ગુડ્ઝ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી.જેથી નદી પરના પૂલ પર જ ટ્રેન ઉભી રહી ગઈ હતી.કીમ સ્ટેશન માસ્ટરે તાત્કાલિક સુરત અને કોસંબા ફાયર સ્ટેશનને ફોન કરી મદદ માંગી હતી.જેથી ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
કન્ટેનરોથી ભરેલી ગુડઝ ટ્રેન અમદાવાદથી મુંબઇ તરફ જતી હતી આ દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી.હાલ ગુડઝ ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ પાછળનું કારણ જાણી શકાયું નહોતુ.પરંતુ ઘટનાની જાણ બાદ ફાયર અને પોલીસે ગુડઝ ટ્રેનના એન્જિનમાં લાગેલી કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.તો બીજી બાજુ ગુડઝ ટ્રેનના સળગતા એન્જિનને જોવા લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા.
ટ્રેન વ્યવહારને અસર
વહેલી સવારે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તમામ ટ્રેનને જે તે સ્થળ પર સ્ટોપેજ આપી દેવાયું હતું.જેથી ટ્રેન વ્યવહારને પણ અસર પડી રહી છે.બીજી તરફ સળગતી ટ્રેનની આસપાસ લોકોની ભીડ વધતાં આરપીએફ અને કીમ રેલ્વે પોલીસ પણ મદદે દોડી ગઇ હતી.