નાતાલ અને થર્ટી ફસ્ટ નો તહેવાર હોય દેશ ના જુદા જુદા રાજ્યો માં વસતા પરિવારો પોતાના વિસ્તારમાં આરામ થી આવન જાવન કરી શકે તે માટે રેલવે વિભાગ સજ્જ બન્યું છે. અમદાવાદ ડિવિઝન દ્વારા સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત આ મુજબ છે.
1. ટ્રેન નં 06501 અમદાવાદ-યશવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક મંગળવાર) 29 ડિસેમ્બર, 2020થી 2 ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06502 યશવંતપુર-અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક રવિવાર) 27 ડિસેમ્બર, 2020થી 31 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નં 06505 ગાંધીધામ- કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક મંગળવાર) 29 ડિસેમ્બર,2020 થી 2 ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06506 કેએસઆર બેગલુરૂ -ગાંધીધામ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક શનિવાર) 26 ડિસેમ્બર, 2020થી 30 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે
3. ટ્રેન નં 06508 કેએસઆર બેગલુરૂ – જોધપુર સ્પેશિયલ દ્વિ સાપ્તાહિક (પ્રત્યેક બુધવાર અને સોમવાર) 30 ડિસેમ્બર, 2020થી 27 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06507 જોધપુર-કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક શનિવાર અને ગુરૂવાર) 02 જાન્યુઆરી, 2021થી 30 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે
4. ટ્રેન નં 06210 કેએસઆર મૈસુર – અજમેર સ્પેશિયલ દ્વિ સાપ્તાહિક (પ્રત્યેક મંગળવાર અને ગુરૂવાર) 31 ડિસેમ્બર, 2020થી 28 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06209 અજમેર- મૈસુર સ્પેશિયલ દ્વિ સાપ્તાહિક (પ્રત્યેક શુક્રવાર અને રવિવાર) 03 જાન્યુઆરી, 2021થી 31 જાન્યુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે
5. ટ્રેન નં 06521 યશવંતપુર-જયપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક ગુરૂવાર) 31 ડિસેમ્બર,2020 થી 28 જાન્યુઆરી ,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06522 જયપુર- યશવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક શનિવાર) 02 જાન્યુઆરી, 2021થી 30 જાન્યુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે
6. ટ્રેન નં 06205 કેએસઆર બેગલુરૂ – અજમેર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક શુક્રવાર ) 25 ડિસેમ્બર,2020 થી 29 જાન્યુઆરી ,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06206 અજમેર-કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક સોમવાર) 28 ડિસેમ્બર,2020 થી 01ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે
7. ટ્રેન નં 06534 કેએસઆર બેગલુરૂ – જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક રવિવાર ) 27 ડિસેમ્બર,2020 થી 31 જાન્યુઆરી ,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06533 જોધપુર-કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક બુધવાર) 30 ડિસેમ્બર,2020 થી 03ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે. આમ અમદાવાદ થી જ આ ટ્રેન સેવા નો લાભ મળી રહેશે જેનો મુસાફરો ને લાભ લેવા જણાવાયુ છે.