રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ વરસાદ શરૂ થયો છે.
વડોદરા પંથકમાં ઘીમી ધારે વરસાદ પડવાનું શરૂ થતાં સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.
અમદાવાદમાં પણ સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના થલતેજ, એસજી હાઇવે, બોપલ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ એટલે કે તારીખ 26, 27, 28, 29 અને 30 સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તથા ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલી, જૂનાગઢના ભેંસાણ, ગીરસોમનાથના વેરાવળ, ભાવનગર, સુરતના માંગરોળ, ભરૂચના વાગરા, વલસાડના વાપીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના ગીર ગઠડા, સુત્રાપાડા અને કોડિનાર, ભરૂચના અંકલેશ્વર, બોટાદ, રાજકોટના ગોંડલ, ભાવનગરના સિહોર, જૂનાગઢ શહેર અને તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલીના બાબરા અને અરવલ્લી મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ પડ્યો છે.
આમ,રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.