અમદાવાદઃ ગુજરાત સહિત અમદામાદમાં પણ હાલ કોરોના સંક્રણના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે એવા સમયે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદ AMCએ ખાનગી કોરોના હોસ્પિટલમાં સંક્રમિત દર્દીઓના સારવારના દરમાં મોટો ઘટાડો કર્યો છે જેનો લાભ દર્દીઓને થશે.
આજે ખાનગી કોવિડ હોસ્પિટલ મામલે અમદાવાદમાં વહીવટી તંત્ર AMCની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના વાયરસની સારવારના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં તંત્રે હોસ્પિટલોને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. અને દરેક કેટેગરી માટે સારવારના સુધારેલા નવા દર નક્કી કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ સુધારેલા દરોનો ચુસ્ત અમલ જે તે ખાનગી હોસ્પિટલે કરવાનો રહેશ તેવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ આ દરો તારીખ 12-12-2020થી સવારના 8 વાગ્યાથી લાગુ પડશે, તંત્રના આ નિર્ણયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓ અને તેમના પરિવારને મોટી રાહત મળશે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે ગુરુવાકે 22 દિવસ બાદ પહેલીવાર 1300થી ઓછા નવા નોંધાયા હતા. આ દરમિયાન અમદાવાદમાં નવા કેસોની સંખ્યાની સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. સરકાર દ્વારા સારવારના દર ઘટાડતા કોરોના સંકમિત દર્દીઓને રાહત મળશે.