રાજ્યમાં ભારે ગરમીનો માહોલ છે ત્યારે ગતરોજ અમરેલી જીલ્લામાં વરસાદ પડ્યા બાદ આજે ઉત્તર ગુજરાતમાં વાવઝોડું ફૂંકાવા સાથે વરસાદી માહોલ જામ્યો હતો,
પાટણ જિલ્લામાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી માહોલ છવાયો હતો અને ચાણસ્મામાં વાવાઝોડું આવતાં માર્કેટયાર્ડમાં દુકાનોના પતરા અને શેડ ઉડ્યા હતા. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આવ્યા બાદ આજે ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે.
પાટણ જિલ્લાના ચાણસ્મામાં બપોરના સમયે વાવાઝોડુ આવતાં માર્કેટયાર્ડની દુકાનોના પતરા અને સેડ ઉડતા ભાગદોડ મચી હતી અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ગતરોજ અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ પડતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી આમ આજે પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ ક્રિએટ થતા ભારે ગરમીથી લોકોએ રાહત મેળવી હતી પણ વાવાઝોડા ને કારણે નુકશાન થયુ હતું.