અમરેલી માં પેટ્રોલ પંપના માલિક પાસે દસ લાખ રૂપિયાની ખંડણી માગી ને જો નહિ આપે તો ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ભાઈ વાળાને પોલીસે ઝડપી પાડી જાહેર માં સરઘસ કાઢ્યું હતું.
અમરેલી નો બાપ બોલું છું તેમ કહી
છત્રપાલ વાળાએ અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જો ખંડણી ના આપે તો ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી હતી.જોકે,સામા પક્ષે હિતેશ આડતીયા એ પણ ડર્યા વગર ખંડણી આપવાનો ઇન્કાર કરતા આ અંગે નો છત્રપાલ વાળા અને હિતેશ આડતીયા ની વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળા એ એસપી નિર્લિપ્ત રાયના કાયમ અહીં રહેવાના નથી તેથી તારી સિક્યોરિટી માટે પૈસા આપી દે તે
અંગે ની વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી હતી. પોલીસે અલગ અલગ ટીમોની રચના કરી છત્રપાલની શોધખોળ હાથ ધરી હતી અને ગઈકાલે ગોંડલ પાસેથી ઝડપી પાડી તેને જાહેર માં ફેરવી લોકો નો ડર દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો.
