આ નેતાઓ એ હવે ઉપાડો લીધો છે જનતા માં પોતે એક અલગ વીઆઈપી સ્ટેટ્સ ઉભું કરી વટ પાડી પોતે કરે તે કાયદેસર એવા વહેમ માં ફરવા મંડ્યા છે ત્યારે અમરેલી ભાજપના નેતાએ એક વિધવા મહિલાનું વહીવટી કામ કરી આપવા બદલ તેના ઘર માં જઈ શારીરિક અડપલાં કરી બિભત્સ માગણી કરતા આ મહિલા સેવાભાવી નેતા ના સ્વાંગ માં હવસખોર નજરે પડતા તેણે ડર્યા વગર સામનો કરી નેતા ને ભગાડ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ હવે આ નેતા ને શોધી રહી છે. આ નેતા એટલો નફ્ફટ હતો જે અડપલાં કર્યા બાદ મહિલાને ફોન કરી કહ્યું-‘ક્યારેક ઉતાવળ થઈ જાય’ !!
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન દુલભજી કલ્યાણભાઈ જીયાણી ઉર્ફે ડી.કે.પટેલ પટેલ સામે એક વિધવા મહિલાએ પોતાની છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, આ મહિલાના ઘરમાં ડી.કે.પટેલ ઘૂસી ગયા હતા અને મહિલા ને પકડી બળજબરી કરી શારીરિક અડપલાં કર્યા હોવાની અને ફોન પર બિભત્સ માગણી કરી હોવાનો આરોપ છે. મહિલા તરફથી પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે ફરિયાદ નોંધી ડી.કે. પટેલની શોધખોળ હાથ ધરી છે.
સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સદસ્ય ડી.કે. પટેલ અને મહિલા વચ્ચે વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મહિલા પાસે બિભત્સ માગણી કરતી ઓડિયો ક્લિપને લઈ લોકોમાં નેતા સામે રોષની લાગણી ફેલાઈ છે.
કે.પટેલ સામે મહિલાએ બિભત્સ માગણી અને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવતા ભાજપ તરફતી તાત્કાલીક પગલાં ભરવામાં આવ્યા હતા અને ડી.કે. પટેલને તાત્કાલીક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરાયો છે.
.નોંધનીય છે કે ડી.કે. પટેલ ભૂતકાળમાં એસીબીની ટ્રેપમાં પણ ફસાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં જ્યારે તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમની સામે લાંચ માગવાની ફરિયાદ કરતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો.
આમ આ નેતા ભારે ચર્ચા માં આવ્યા છે.