અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે,સવારથી સતત વરસાદ પડતા ટોડા ગામ નજીક નાળા પર પાણી ફરી વળ્યા છે.
લાઠી હાઇવે પર આવેલા ટોડા ગામ પાસે પુલ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં અમરેલી- ભાવનગર નેશનલ હાઇવે પણ બંધ કરાયો છે.
આ ઉપરાંત અમરેલી ઠેબી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. બીજી તરફ લીલીયાના મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં ઘોડાપૂર પૂર આવતા મેઈન બજારમાં આવેલી દુકાનોમા પાણી ઘૂસવાની દહેશત ઉભી થઈ છે.