ગુજરાત માં ભારત બંધ ને લઈ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી અગ્રણીઓ ની ઠેરઠેર અટકાયત કરાઈ રહી છે ત્યારેઅમરેલી ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા મામલો ગરમાયો હતો અને ભારે રકઝક ના દ્રશ્યો સર્જાયા હતા.
ગુજરાત માં અનેક જગ્યા એ ખેડૂતો નું સમર્થન કરી રહેલા દેખાવકારો ની અટક કરાઈ રહી છે અત્રે નોંધનીય છે કે કૃષિ સુધારા તરીકે ઓળખાયેલા ત્રણ કાયદા સામે કિસાનોનું દેશવ્યાપી આંદોલન ઠરવાનું નામ નથી લેતું. સરકાર દ્વારા થયેલી સમજાવટના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. મંગળવારે ભારત બંધનું એલાન આપનારા ખેડૂતોના મનમાં સૌથી મોટી શંકા MSP યાને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સંબંધિત છે. તેમને એવો ડર છે કે નવા કાયદાથી MSP બંધ થઈ જશે. કૃષિ રાજ્યમંત્રી નરેન્દ્રસિંહ તોમરે MSP બંધ નહિ થાય એવી ખાતરી આપી હોવા છતાં કિસાનો MSPની જોગવાઈને કાનૂની સ્વીકૃતિ આપીને નવા કાયદા રદ કરવાની માગણી પર અડગ છે. આમ ખેડૂતો નો એક વર્ગ સરકાર ના આ કાયદા નો વિરોધ કરી રહ્યો છે તો બીજો વર્ગ સમર્થન કરી રહ્યો છે.
