ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભાવને લઈ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રવાસ દરમિયાન AAP ઉપર આડકતરો પ્રહાર કરી મેઘા પાટકર લઇ નિવેદન આપતા કહ્યું હતું કે અમુક લોકો મેઘા પાટકરને પાછલા બારણે ગુજરાતના રાજકારણમાં લાવવા માગે છે આ એજ મેઘા પાટકાર છે જેઓએ નર્મદા પ્રોજેકટનો વિરોધ કર્યો હતો અને ગુજરાતની પ્રજા આવા વિરોધીઓને જાકારો આપશે.
અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છ મુલાકાત દરમિયાન આવું નિવેદન આપી ચુક્યા છે તેઓએ નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી કહયા હતા તેઓએ કહ્યું હતું કે ‘આજે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે દાયકાઓ સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી વંચિત રાખ્યા હતા, કચ્છને તરસ્યું રાખ્યું હતું સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. એ લોકોમાંનું એક નામ છે મેઘા પાટકર, આપણે જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ફેલાવવાની આવા લોકોની પેરવી હતી. પરંતુ ગુજરાતની પ્રજા આવા લોકોને જાકારો આપશે.
આમ ગુજરાત માં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ છેડાઈ ગયો છે અને હવે મોટા નેતાઓ પણ પોતાના નિવેદનો માં કોંગ્રેસ નહિ પણ આમ આદમી પાર્ટીને નિશાના ઉપર લઈ રહયા છે.