ભારત માં પ્રાચીન મહત્વ અને હિન્દૂ ધર્મગ્રંથ રામાયણ ના ઐતિહાસિક સ્થાન સમાં અયોધ્યા માં ભગવાન શ્રી રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર માં પાયા માં 2000 ફૂટ નીચે એક ખાસ કેપ્સુલ મૂકવામાં આવનાર છે જેમાં મંદિર ના ઇતિહાસ ને લગતા દસ્તાવેજી પુરાવા મુકવામાં આવશે જેથી ભવિષ્યમાં માં હજ્જારો વર્ષ બાદ પણ મંદિર અંગે કોઈ વિવાદ ઉભો થશે નહીં , આ કેપ્સૂલમાં મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલા તથ્યો અંગે માહિતી હશે. મન્દિર નો વહીવટ સાંભળતા કામેશ્વર ચોપાલે જણાવ્યું કે રામમંદિરને લઇ ચાલી રહેલા સંઘર્ષ અને સુપ્રીમ કોરટમાં લાંબા સંઘર્ષે વર્તમાનની તરફ આવનાર પેઢીઓ માટે એક સીખ આપી છે. આ કેપ્સૂલને એક તામ્ર પત્રની અંદર રખાશે ,કામેશ્વર ચૌપાલે કહ્યું કે 5 ઑગસ્ટના રોજ થનાર ભૂમિ પૂજન માટ દેશની કેટલીય એવી પવિત્ર નદીઓ કે જ્યાં ભગવાન રામના પાવન પગલાં પડ્યા હતા ત્યાંનું પાણી અને કેટલાંય તીર્થોમાંથી માટી લાવામાં આવી રહી છે. પવિત્ર જળથી ભૂમિ પૂજન દરમ્યાન અભિષેક થશે.અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 5 તારીખે પીએમ મોદીના હસ્તે થનારા ઐતિહાસિક ભૂમિ પૂજન દરમિયાન રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ મોટી સંખ્યા માં હાજર રહશે આ દિવસે અયોધ્યા માં દિવાળી જેવો માહોલ હશે.
