કોરોના એ દેશ ને અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે અને હજ્જારો શ્રમિકો રાજ્ય ના જુદાજુદા ભાગો માં અટવાઈ ગયા છે અને હાલ તેઓ ને વતન જવા છૂટ અપાઈ છે જરૂરી રીપોર્ટ અને અને ફોર્મ ભરાયા બાદ રેલવે ટિકિટ નું ભાડું લઈ શ્રમિકો ને જવા દેવાઈ રહ્યા છે આ બધા વચ્ચે ભાવનગર થી બસ્તી તરફ જઈ રહેલી ટ્રેન માં સવાર બે શ્રમિકો ના મોત થઈ ગયા હતા ,જેના પગલે ટ્રેન માં બેઠેલા અન્ય શ્રમિકો માં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ચારબાગ સ્ટેશન ઉપર ટ્રેન અટકાવીને મૃતક ની લાશ ને પીએમ માટે મોકલી અપાઇ હતી. મૃતક ની ઓળખ 29 વર્ષીય કન્હૈયા લાલા તરીકે થઈ છે જે સીતાપૂર નો વતની હતો તે બીમાર હતો અને તેની પાસે થી તાવ ની દવા પણ હતી તેમજ કોરોના નેગેટિવ નું સર્ટી હતું અને ચૂંટણીકાર્ડ તથા આધાર કાર્ડ હતા અને મોબાઇલ હતો જેથી મૃતક ના પરિવારજનો ને બોલાવી લેવાયા હતા. જ્યારે ટ્રેન ઢોલા ના ચારબાગ પહોંચી તો ત્યાં પણ જનરલ ડબ્બામાં આજ ટ્રેન માં અન્ય શ્રમિક યુવક નું રહસ્યમય મોત થઈ ગયું હતું જેની ઓળખ હીરાલાલ બિંગ તરીકે થઈ હતી તે કાનપુર સુધી તો ઠીક ઠાક હતો પણ ચારબાગ પહોંચતા જ અચાનક ઢળી પડ્યો હતો અને મોત થઈ ગયું હતું આ માહિતી જી આર પી પ્રભારી સોમવીર સિંહે આપી હતી.
આમ ગુજરાત થી વતન પહોંચતા જ 2 શ્રમિક યુવકો ના ટ્રેન માં રહસ્યમય મોત થઈ ગયા હતા જેઓ કેટલાય દિવસ થી વતન જવા દોડાદોડી કરતા હતા અને વતન માં તેમના પરિવારજનો રાહ જોતા હતા ત્યાંજ રસ્તામાં મોત આંબી ગયું હતું.
