રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
જે મુજબ તેડાગર બહેનોના પગારમાં 1500 તો આંગણવાળીની બહેનોના પગારમાં 2000નો વધારો કરવામાં આવ્યો છે,જીતુભાઇ વાઘણી એ ટ્વીટ કરી જાણકારી આપી છે.
તેડાગરના માનદ વેતનમાં વધારો કરવા સહિત 1800 મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
હવેથી આંગણવાડી કાર્યકરને રૂ.10હજાર અને આંગણવાડી તેડાગરને રૂ.5500 વેતન અપાશે. આંગણવાડી કાર્યકરને હાલ રૂ.7800 વેતન અપાતું હતું તેમાં રૂ. 2200નો વધારો કરીને રૂ 10,000 ચૂકવાશે, એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ 3950 વેતન ચૂકવાતું હતું એમાં રૂ. 1550નો વધારો થતાં હવે તેડાગરને 5500 પગાર ચૂકવવામાં આવશે.
આ સાથેજ રાજ્ય સરકારની તિજોરીને રૂ.230.52 કરોડનો ખર્ચ કરશે, આ નિર્ણયને લઈ 51,229 આંગણવાડી કાર્યકર અને 51,29 આંગણવાડી તેડાગર માનદ કર્મીઓને લાભ મળશે.
ઉપરાંત રાજ્ય સરકાર 1800 મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરશે, આ નિર્ણયથી મીની આંગણવાડી કાર્યકરની જગ્યાને આંગણવાડી કાર્યકરની જગ્યા પણ અપગ્રેડ કરવામાં આવેલ છે. આ જગ્યા માટે સરકારને વધારાનો રૂ 18.82 કરોડનો વાર્ષિક ખર્ચ આવશે.
આમ,રાજ્ય સરકારે આખરે આ નિર્ણય કરી આંગણવાડી કર્મચારીઓને ખુશ કરી દીધા છે.