કોરોના એ દેશ સહિત ગુજરાત માં ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે કોરોના ની સારવાર શકય બને તેવી આશા ઉભી થઇ છે અને સારા સમાચાર એ છે કે ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોરોના ની વેક્સિન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ તૈયાર કરવામાં આવેલા વિશેષ રૂમમાં વેક્સિન રાખવામાં આવી છે. વેક્સિનનું ટ્રાયલ આવતી કાલ થી શરૂ કરવામાં આવશે. આઈસીએમઆરની ગાઈડ લાઈનને આધિન નિયત તાપમાન હેઠળ વેક્સિનને રાખવામાં આવી છે. 1 સપ્તાહ સુધી વેક્સિનને પ્રિઝર્વ રખાશે. નિયત પ્રક્રિયા પૂરી થયા બાદ વેક્સિનને ટ્રાયલ માટે અપનાવાશે. અહીં 1000 જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવાનું નક્કી કરાયું છે. આ રસી સફળ થશે તો ભારત માં કોરોના ઉપર કાબુ આવવવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.
ભારત સરકારની ભારત બાયોટેકે વિક્સાવેલી આ સ્વદેશી રસી કોવેક્સિનની અસરકારકતા 70 ટકા હોવાનું જણાવાયું છે, જે ઘણાં સારાં પરિણામ કહી શકાય. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ગયા સપ્તાહે જ શરુ થઇ ગયું હતું, જાણકારોના મતે, સ્વયંસેવકોના શરીરમાં રસીનો પહેલો ડોઝ અપાયા બાદ તેના લોહીના પરીક્ષણ તથા અન્ય પરીક્ષણોને આધારે તેનાં પરિણામો ચકાસાય છે, ત્યાર બાદ 21મા દિવસે બીજો ડોઝ આપીને 48 દિવસ સુધી તેના સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જો આ દરમિયાન કોઇ વિપરીત પરિણામો ન મળે તો કેન્દ્ર સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગની મંજૂરી આપશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને માર્ચ 2021માં આ રસી આવશે તેમ જણાવ્યું હતું.
ભારત બાયોટેકની ‘આત્મનિર્ભર’ની ટ્રાયલ માટે એથિકલ અને સાયન્ટિફિક કમિટિની મંજૂરી મળી ગઇ છે.
