આખરે ગુજરાતમાં બર્ડ ફ્લૂ ની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે કારણ કે જૂનાગઢ બાંટવા માં મૃત પક્ષીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ વાત થી ભારે ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢમાં 300 પક્ષીઓના સેમ્પલ લઈ ગુજરાતનાં પશુપાલન વિભાગે ભોપાલ મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. ભોપાલની એનિમલ ડિસીઝ લેબને બર્ડ ફ્લુનાં સેમ્પલ મળ્યા બાદ ગુજરાત પણ અન્ય પ્રભાવિત રાજ્યો માં સામેલ થઈ ગયું છે.
ગુજરાત સિવાય રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કેરળ ,એમપી નાં સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા હતા, જેમાં બર્ડ ફ્લૂનો H5N8 વાયરસ હોવાની પુષ્ટી થઇ ચુકી છે. હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટી થઇ જતા કોરોના ની ચાલુ મહામારી માં વધુ એક વાયરસ નો ઉમેરો થયા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
