તાપીઃ કોરોના સંકટ વચ્ચે પણ પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિક કરવા અને ભીડ એકઠી કરવાના ગુનામાં આખે ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે લાલ આંખ કર્યા બાદ નિયમોનો ભંગ કરનાર ભાજપના નેતા કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી હતી.
કોવિડ-19 અંગેના નિયમોનો સરેઆમ ભંગ કરવા બદલ આખે પોલીસ દ્વારા કાંતિ ગામીતના પુત્ર અને ગામના સરપંચ જીતુ ગામીત વિરૂદ્ધ ઈપકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય લોકોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે 6 હજાર જેટલા લોકોને ભેગા કરવા બદલ હાઈકોર્ટની ફટકાર બાદ કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. સુરત ગ્રામ એસપી ઉષા રાડાને આ તપાસની જવાબદારી સોંપાઈ છે.
તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામીતની પૌત્રીના સગાઈમાં ભીડ એકત્ર કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરાયો છે. કોર્ટે કહ્યુ કે, 6 હજારની ભીડ સામે તંત્રએ શું પગલાં લીધા. સમારોહમાં આટલી મોટી ભીડ ક્યાંથી આવી. સમારોહનો વીડિયો અમે જોયો છે. તો બીજી તરફ કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડની ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે.
સોનગઢ પોલીસે આયોજકો અને તેમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, પોલીસે આઈ પી સી કલમ 188, 269, 270 જી પી એ કલમ 131 એપેડેમીક એક્ટ કલમ 3, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 બી મુજબ ગુનો દાખલ, 18 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માં આવ્ય, જેમાં માજી મંત્રી કાંતિ ગામીત, પુત્ર જીતુ ગામીત, પાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ, પી આઈ સી કે ચૌધરી, કોન્સ્ટેબલ નિલેશભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.