કોંગ્રેસ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ટંકારામાં 2017માં મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ થયેલા કેસમાં લલિત વસોયા અને લલિત કગથરાને મોટી રાહત મળી છે.
સરકારે આ કેસ પરત ખેંચતા કોંગી નેતાઓ ને રાહત મળી છે, ટંકારા કોર્ટે કોંગ્રેસના MLA લલિત વસોયા, લલિત કગથરા જેવા અનેક નેતાઓની હાજરી પુરી જવા દીધા હતા.
સરકારી વકીલ કેસ પાછો ખેંચવા માટે ટંકારા કોર્ટ પહોંચ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી કેસ પરત ખેંચી લેતા હવે આ કેસ નહીં ચાલે.
મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓને મોટી રાહત કહી શકાય,ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેરસભાનો કેસમાં કોર્ટે કેસ પાછા ખેંચવાની મોખિક સૂચનાને પગલે કોંગ્રેસી નેતાઓને રાહત મળી રહી છે.
હાઈકોર્ટની સૂચનાને પહલે આજે ટંકારા કોર્ટ માં હાજર થવાનું ફરમાન થતા કોંગ્રેસના લલિત વસોયા અને લલિત કગથરા વગેરે નેતાઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. 2015માં શરૂ થયેલા આંદોલનથી ભેગા થયેલા તમામ નેતાઓ સામે આ કેસ નોંધાયો હતો. 2017ની ચૂંટણી પહેલા આ નેતાઓ ભાજપ સામે પ્રચાર કરતા હતા તે વખતનો કેસ છે. ચૂંટણીના પ્રચાર માટે જ ભેગા થયેલા કોંગ્રેસના નેતાઓ પર પરમિશન વગર સભા કરવાનો કેસ થયો હતો. 2017માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં ટંકારાની કોર્ટે કોંગ્રેસ-પાસના આગેવાનોને તેડું મોકલ્યું હતું. જોકે, સરકારે આ કેસ પરત ખેંચતા મોટી રાહત મળી છે.આમ કોંગ્રેસ માટે આજનો દિવસ ખુબજ મહત્વ નો રહ્યો છે અને હવે ચુંટણીઓ માટે આગોતરી તૈયારીઓ માં લાગ્યો છે.
