જેની અગાઉ જાહેરાત થઈ હતી તે મુજબ તા. 8 મી થી રાજ્ય માં અમદાવાદ સહિત સોમવારથી કન્ટેન્ટમેન્ટ ઝોન અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં મંદિરો, ધાર્મિક સ્થાનો, મોલ, રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલી જશે અને હાલ માં જે રાતે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ છે તે યથાવત રહશે મોટી ઉંમરના, બાળકો અને સગર્ભાઓએ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે, 8 મી જૂન થી ધાર્મિક સ્થળો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ સહિત ખુલી રહ્યું છે. પરંતુ એએમસી દ્વારા સંક્રમણનો ખતરો રહેવાના કારણે 65 વર્ષથી વધુની ઉંમર, જેને કોઇપણ પ્રકારના રોગ છે તે, ગર્ભવતી મહિલાઓ તેમજ 10 વર્ષથી નાની વયના બાળકોને જરૂરિયાત વગર બહાર ન નીકળાની અપીલ કરવામાં આવી છે. તેમજ મોલ અને હોટલ સંચાલકોને પણ કોરોના ના નિયમો અને સરકારી ગાઈડલાઈનનું પુરતું પાલન કરવા જણાવાયું છે.આમ લોકડાઉન બાદ પ્રથમવાર મોલ અને હોટલો ફરી એકવાર ધમધમશે.
